કોણ છે પ્રેમાનંદ મહારાજના ગુરુ? જેમના ચરણ સ્પર્શ કરીને લે છે આશીર્વાદ, કરે છે સેવા

વૃંદાવનના પ્રેમાનંદ મહારાજને બધા જાણે છે. પ્રેમાનંદ મહારાજના ઉપદેશો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પ્રેમાનંદ મહારાજનો જન્મ ઉત્તરપ્રદેશના કાનપુરના અખારી ગામમાં થયો હતો. તેમના ઘરનું વાતાવરણ અત્યંત ભક્તિમય હતું.

જેથી માત્ર 13 વર્ષની નાની ઉંમરે જ તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને આજે તેમની પાસે દેશના મોટા-મોટા લોકો પહોંચે છે.

પરંતુ શું તમે જાણો છો કે પ્રેમાનંદ મહારાજના ગુરુ કોણ છે?

વૃંદાવનના રાધવલ્લભ મંદિરના તિલકાયત અધિકારી શ્રીહિત મોહિત મરાલ મહારાજ પ્રેમાનંદ મહારાજના ગુરુ છે.

શ્રીહિત મોહિત મરાલ ગોસ્વામી વૃંદાવનના રાધાવલ્લભ મંદિરના વર્તમાન તિલકાયત અધિકારી છે.

મોહિત મરાલ મહારાજને જ્યારે પણ પ્રેમાનંદ મહારાજ મળે છે ત્યારે તેઓ તેમને સાષ્ટાંગ પ્રણામ કરે છે, તેમના ચરણ સ્પર્શ કરે છે અને આશીર્વાદ લે છે.

પ્રેમાનંદ મહારાજને મોહિત મરાલ મહારાજે જ શરણાગત મંત્ર આપ્યો હતો અને દીક્ષા આપી હતી.

આ સિવાય પ્રેમાનંદ મહારાજના અન્ય એક ગુરુ પણ છે જેમનું નામ ગૌરાંગી શરણ મહારાજ છે. લોકો તેમને 'બડે ગુરુજી'ના નામથી પણ ઓળખે છે.

પુત્રી રાશા સાથે રવિના ટંડને કર્યા સોમનાથ દાદાના દર્શન, કપાળ પર તિલક સાથે શિવભક્તિમાં લીન જોવા મળ્યા માતા-પુત્રી 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો