રાત્રિના સમયે ક્યારેય ન કરતા આ ભૂલ, માં લક્ષ્મીજી થશે નારાજ અને ઘરમાં આવશે કંગાળી
રાત્રે જાણતા-અજાણતા થયેલી કેટલીક ભૂલો ઘરમાં દરિદ્રતાનું કારણ બને છે. આ નાની-નાની ભૂલોને કારણે વ્યક્તિ હંમેશા દેવાના તળે દબાયેલો રહે છે.
આજે અમે તમને એવી કેટલીક ભૂલો વિશે જણાવીશું, જે રાત્રે કરવામાં આવે તો ઘરમાં આર્થિક સંકટ અને ગરીબી આવે છે.
1. વાસ્તુશાસ્ત્રમાં પથારી પર જમવાની આદતને અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો પથારીમાં રાત્રિનું ભોજન કરે છે તે લોકો હંમેશા દેવામાં ડૂબી જાય છે.
2. રાત્રિભોજન બાદ રસોડામાં વાસણો છોડી દેવાથી ધનની હાનિ થાય છે. આવા લોકોને હંમેશા પૈસાની ચિંતા રહે છે.
3. વાસ્તુ અનુસાર રાત્રે સાવરણી લગાવીને ઘરની બહાર કચરો ફેંકવો અશુભ માનવામાં છે. આમ કરવાથી માં લક્ષ્મીજી નારાજ થઈ જાય છે.
4. જો કોઈ કારણસર તમારે સાંજે કચરો વાળવો પડે તો કચરો ઘરની બહાર ન જ કાઢો. આ કારણે માતા લક્ષ્મી નારાજ થાય છે.
5. વાસ્તુ અનુસાર સૂર્યાસ્ત પછી કોઈને દાનમાં દૂધ, દહીં અને મીઠું ન આપવું જોઈએ. આમ કરવાથી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે.
6. રાત્રે રસોડામાં કે બાથરૂમના નળમાંથી બિનજરૂરી ટપકતું પાણી પણ આર્થિક સંકટનો સંકેત આપે છે. આવા નળને બને તેટલી વહેલી તકે રીપેર કરાવો.
નવા વર્ષના પહેલા દિવસે ઘરમાં લાવો આ 6 વસ્તુ, ધનવાન બનાવી દેશે લક્ષ્મી મા