દ્વારકામાં જગત મંદિર પરિસરમાં યોજાશે તુલસી વિવાહ

ભગવાન દ્વારકાધીશના મુખ્ય મંદિરમાં આજે રાત્રે 12 વાગ્યે માતા તુલસીજી સાથે ઠોકોરજી લગ્ન યોજાશે.

ઠાકોરજી અને માતા તુલસીજીના કારતક સુદ એકાદશીના શુભ દિવસે લગ્ન સમારંભ યોજાય છે.

ભગવાન દ્વારકાધીશના મુખ્ય મંદિરમાં રાણીવાસમાંથી સાંજે છ વાગ્યે દ્વારકાધીશના ગોપલાજી સ્વરૂપને વાંચતે ગાજતે રથયાત્રા નીકળે છે.

જે જગત મંદિરથી નીકળી દ્વારકા નગરીમાં વિહાર કરી જગતમંદિમાં પરત ફરે છે. 

રાત્રે 12 વાગ્યે દ્વારકા મંદિર પરિસરમાં ભવ્ય લગ્ન મંડપમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય લગ્ન સંપન્ન થાય છે.

આજના દિવસને દેવ ઉઠી અગીરાયાસ પણ કહેવાય છે, અને આજથી હિન્દુ ધર્મમાં માંગલિક પ્રસંગો ની શરૂઆત પણ કરવામાં આવે છે.

વર્લ્ડકપમાં હાર બાદ એક્શન... રોહિતના ભવિષ્ય પર થશે નિર્ણય, છીનવાઈ શકે કેપ્ટનશીપ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો