એક વર્ષ બાદ સૂર્યની ઘર વાપસી, આ રાશિઓ માટે ચાંદી જ ચાંદી!

7 aug 2024

16 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે અને તે એક વર્ષ પછી પોતાની રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.

જ્યોતિષીઓનું કહેવું છે કે, આગામી એક મહિના માટે સૂર્ય ગોચર 6 રાશિઓને કરિયર, બિઝનેસ અને નાણાકીય મોરચે ઘણો લાભ લાવશે.

મેષ- તમે વધુ પૈસા બચાવી શકશો, વેપારના મોરચે તમારો નફો વધશે અને આત્મવિશ્વાસ તેમજ હિંમત વધશે.

વૃષભ- કરિયરના મોરચે વધુ લાભ થશે, નોકરીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા- તમે વધુ પૈસા કમાવવામાં સફળ રહેશો. નોકરી અને કરિયરમાં પ્રગતિની સારી તકો મળી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે સારા સંબંધો સ્થાપિત થશે.

વૃશ્ચિક- નોકરી-ધંધામાં પ્રગતિની તકો છે. તમારી આવક અને બચત વધી શકે છે, ખર્ચમાં ઘટાડો થવાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.

મીન- નાણાકીય સ્થિતિ સારી રહેશે, રોકાણ કરવા માટે સમય સારો જણાય છે. વાહન કે મિલકત ખરીદવાની પણ શક્યતાઓ છે.