હનુમાન જયંતિ પર રામાયણના 'સીતાજી' બોલ્યા હનુમાન ચાલીસા, સાદગીના ફેન્સે કર્યા વખાણ

આજે દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

આ ખાસ અવસરે દરેક રામ ભક્ત હનુમાનજીની ભક્તિમાં ડૂબેલો જોવા મળી રહ્યો છે.

એવામાં રામાયણમાં સીતા માતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાએ એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં દીપિકા ચીખલિયા હનુમાન જયંતિની શુભકામના પાઠવતા હનુમાન ચાલીસા બોલી રહ્યા છે.

વીડિયો શેર કરવાની સાથે તેમણે લખ્યું છે, તમને બધાને હનુમાનજીના જન્મોત્સવની શુભકામનાઓ.

દીપિકા ચીખલિયાએ 1987માં રામાનંદ સાગરની 'રામાયણ'માં સીતાનું પાત્ર ભજવ્યું હતું.

વધુ વાંચો