શુક્રનું ગોચર 7 જુલાઈએ કર્ક રાશિમાં થવા જઈ રહ્યું છે. આ ગોચર સવારે 4.15 મિનિટ થશે.
વૈદિક જ્યોતિષમાં શુક્રને સુખ, સમૃદ્ધિ, ધન અને સુંદરતાનો કારક મનાય છે. શુક્રનું ગોચર એવામાં ખૂબ જ ખાસ મનાય છે.
જ્યોતિષવિદ મુજબ, શુક્રના કર્ક રાશિમાં ગોચરથી દરેક રાશિમાં તેની વ્યાપક અસર પડશે.
આ ગોચરનો પ્રભાવ કેટલીક રાશિ પર સકારાત્મક પડશે તો કેટલીક રાશિઓ પર નકારાત્મક પડશે. તો આવો જાણીએ શુક્રનું ગોચર કઈ રાશિને ધનલાભ કરાવશે.
વૃષભ
શુક્રનું ગોચર વૃષભના ત્રીજા ભાવમાં થશે. મહેનતથી સફળતા પ્રાપ્ત થશે. કામમાં સ્થાન પરિવર્તન થઈ શકે છે. લાંબી યાત્રાથી લાભ થઈ શકે. ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે.
મિથુન
શુક્રનું ગોચર મિથુનના બીજા ભાવમાં થશે. નોકરીમાં સફળતા મળી શકે. સાથે નવા બિઝનેસનો શરૂઆત કરી શકે. રોકાણથી લાભની સંભાવના છે, સ્વાસ્થ્ય સારું રહેશે.