કાળી-ચૌદશે સાળંગપુરના કષ્ટભંજન દાદાને હીરા-ચાંદીના વાઘાનો શણગાર, અન્નકૂટ ધરાવાયો

સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં કાળી ચૌદશે દાદાને 14 કિલો ચાંદી અને 1 લાખ 8 હજાર હીરાજડિત વાઘાનો શણગાર કરાયો.

કાળી ચૌદશ નિમિત્તે આજે મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

કષ્ટભંજન દાદાના આ વાઘામાં 15 કિલો ચાંદી, મુગટમાં 7000 અને કુંડળમાં 3000 હીરા જડેલા છે.

સાથે વાઘામાં 200 રિયલ ડાયમંડ, 100 ગ્રામ રોડિયમ, 200 માણેક અને 200 પન્નાનું જડતર કરેલું છે.

કષ્ટભંજન દાદાને દિવાળીના પર્વ નિમિત્તે અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.

જેમાં દાદાને જાત-જાતના પકવાન અને મિઠાઈનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

તમારા ઘરે ભેળસેળવાળી કાજુ કતરી તો નથી આવી ગઈને? આ રીતે 1 મિનિટમાં ચેક કરો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો