ત્રિચીના શ્રી રંગનાથ સ્વામી મંદિરે પહોંચ્યા PM મોદી, લીધા ગજરાજના આશીર્વાદ; જુઓ PHOTOS

આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈને દેશમાં ઉત્સાહનો માહોલ છે.

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને PM મોદીએ પણ 11 દિવસના ખાસ અનુષ્ઠાન શરૂ કર્યા છે. આ દરમિયાન તેઓ વિવિધ મંદિરે જઈને દર્શન કરી રહ્યા છે.

તાજેતરમાં જ PM મોદી તિરુચિરાપલ્લીના શ્રી રંગનાથસ્વામી મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભક્તિભાવથી પૂજા અર્ચના કરી હતી.

PM નરેન્દ્ર મોદી શ્રી રંગનાથસ્વામી મંદિર જનારા પ્રથમ વડાપ્રધાન છે.

વડાપ્રધાન મોદીએ તિરુચિરાપલ્લીના આ મંદિરમાં કંબ રામાયણના શ્લોકોના પાઠ પણ સાંભળ્યા.

તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરના પૂજારીએ પીએમ મોદીને આશીર્વાદ આપ્યા.

મંદિરના દર્શન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ગજરાજના આશીર્વાદ પણ લીધા.

તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરના પીઠાસીન દેવતા તરફથી પીએમ મોદીને રામમંદિર લઈ જવા માટે એક ભેટ પણ આપી હતી.

Ram Mandir પર ચુકાદો આપનાર 5 જજ બનશે પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો