અયોધ્યા  રામ મંદિર નિર્માણની તસવીરો થઈ વાયરલ 

Arrow

શ્રી રામ જન્મભૂમિ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ ભવ્ય ત્રણ માળના મંદિરનું નિર્માણ કાર્ય  વર્ષ 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

Arrow

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના પહેલા માળનું કામ પૂર્ણ થયું છે.મંદિરના ગર્ભગૃહ અને દિવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓની સુંદર કોતરણી કરવામાં આવી રહી છે

Arrow

આવતા વર્ષે જાન્યુઆરી 2024માં મકરસંક્રાંતિ પછી ભવ્ય અને દિવ્ય મંદિરમાં રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠાની સ્થાપના કરવામાં આવશે.  

Arrow

શ્રી રામ જન્મભૂમિ મંદિરના બીજા માળનું નિર્માણ કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરના બીજા માળના બાંધકામની સુંદર અને મનોહર તસવીરો બહાર પાડી છે.  

Arrow

રામલલાના બાળ સ્વરૂપની મૂર્તિના અભિષેક બાદ મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. જો કે મંદિરના અન્ય ભાગોનું નિર્માણ કાર્ય 2025 સુધી ચાલુ રહેશે.

Arrow

જાન્યુઆરી 2024માં ભગવાન રામ લાલાને દિવ્ય ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા પોતાના હાથે કરાશે. 

Arrow

આ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મહાનુભાવો પણ હાજર રહેશે.

Arrow