જ્યારે પૂલ પરથી એકપછી એક લોકો પડ્યા..દુર્ઘટનાની ભયાનક તસવીરો
મોરબીમાં રવિવારે પૂલ તૂટી પડતા મૃત્યુઆંક 141 પહોંચી ગયો છે
રિનોવેશન થયા પછી આ પૂલ ધરાશાયી થતા ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
અમે પૂલના ટૂકડા થયા પછી લોકોને પાણીમાં ખાબકતા જોઈ મદદ માટે દોડ્યા - પ્રત્યક્ષદર્શી
આર્મી, નેવી, એરફોર્સ, NDRF, ફાયર બ્રિગેડ, SDRF દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ છે
આ દુર્ઘટનામાં 177 લોકોનો આબાદ બચાવ કરાયો છે
વિવિધ જિલ્લામાંથી 40 ડોકટરોએ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી સારવાર શરૂ કરી દીધી છે
મોરબીમાં રવિવારની સાંજે મચ્છુ નદીમાં કેબલ બ્રિજ અચાનક ધરાશાયી થતાં અનેક લોકો નદીમાં પડી ગયા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા હતા. બ્રિજ તૂટી પડ્યા બાદ તેમણે સમીક્ષા બેઠક પણ યોજી હતી
ગુજરાત સરકારે અકસ્માતની તપાસ માટે 5 લોકોની એસઆઈટીની રચના કરી છે
જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે હેલ્પલાઇન નંબર 02822 243300 જાહેર કર્યો છે.
કેબલ બ્રિજ ઘણો જૂનો હોવાનું કહેવાય છે. રાજા-મહારાજાઓના સમયનો આ પુલ ઋષિકેશના રામ-ઝુલા અને લક્ષ્મણ ઝુલા પૂલની જેમ ઝૂલતો જોવા મળતા, તેને ઝુલતા પૂલ તરીકે પણ ઓળખાય છે