રામલલ્લાની મૂર્તિમાં વિરાજમાન છે ભગવાન વિષ્ણુના 10 અવતાર, જાણો તેનો મતલબ
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ લલ્લાની મૂર્તિ સામે આવી, જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોનું વર્ણન છે.
સાથે મૂર્તિમાં સૂર્ય, ગણેશ, ચક્ર, શંખ, ગદા, સ્વસ્તિક, ગરુડ અને હનુમાનજીનું પણ વર્ણન છે.
આવો જાણીએ રામ લલ્લામાં વર્ણિત ભગવાન વિષ્ણુના તમામ અવતારો વિશે.
મત્સ્ય: માન્યતા મુજબ, એક રાક્ષસે વેદો ચોરીને સમુદ્રમાં છુપાવી દીધો હતો. ત્યારે મત્સ્ય અવતારમાં ભગવાને વેદો મેળવ્યા અને સ્થાપિત કર્યા.
કૂર્મ: આમા ભગવાન કાચબો બનીને પ્રગટ થયા હતા. શ્રીહરિએ સમુદ્રમંથનમાં મંદર પર્વતને પોતાના કવચ પર રાખીને સંભાળ્યો હતો.
વરાહ: હિન્દુ ધર્મગ્રંથો મુજબ વરાહ ભગવાનનો ત્રીજો અવતાર છે. આ અવતારમાં તેમણે હિરણ્યાક્ષ રાક્ષસનો વધ કર્યો હતો.
નૃસિંહ: નૃસિંહ અવતારમાં ભગવાને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરતા રાક્ષસ હિરણ્યાકશ્યપનો વધ કર્યો હતો.
વામન: ભગવાને આમાં બ્રાહ્મણ બાળકના રૂપમાં પ્રહલાદના પૌત્ર રાજા બલિ પાસે દાનમાં ત્રણ પગલા ધરતી માંગી હતી.
પરશુરામ: દશાવતારમાં તે ભગવાનનો છઠ્ઠો અવતાર હતા. તે શિવના પરમ ભક્ત હતા. શિવજીએ તેમને પરશુ શસ્ત્ર આપ્યું હતું.
શ્રીરામ: ભગવાનના દસ અવતારમાં એક મર્યાદા પુરુષોત્તમ રામ હતા. રામચરિતમાનસ અને રામાયણ બંનેમાં શ્રીરામનો ઉલ્લેખ છે.
શ્રીકૃષ્ણ: ભાગવત ગ્રંથમાં શ્રીકૃષ્ણની કહાણીઓ છે. તેમના ગોપાલ, દેવકિ નંદન, વાસુદેવ, મોહન, માખણચોર જેવા નામ છે.
ભગવાન બુદ્ધ: ભગવાનનો દસમો અવતાર બુદ્ધ છે. તેઓ બૌદ્ધ ધર્મના સંસ્થાપક માનવામાં આવે છે.
કલ્કી: કલ્કી ભગવાનનો છેલ્લો અવતાર મનાય છે. પુરાણ મુજબ 'કલ્કિ' અવતાર કળિયુગના અંતમાં થશે. આ બાદ ધરતીથી તમામ પાપનો વિનાશ થશે.
ભારતીય ટેનિસ સ્ટાર Sania Mirza જાણો કેટલા કરોડની છે માલકિન
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે