અમદાવાદમાં ભગવાન જગન્નાથનો સોનાવેશ શણગાર, જોઈને ભક્તો થયા ભાવવિભોર

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે. 

અષાઢી બીજના દિવસે જગન્નાથ નગર ચર્યાએઓ નીકળવાના છે.

ત્યારે રથયાત્રાના આગલા દિવસે જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સોમવારે જગન્નાથજીને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. 

એવામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા. 

ભગવાનના સોનાવેશ શણગારમાં મયુર જેવી ડિઝાઈનના ઘરેણા બનાવવામાં આવ્યા હતા. 

રથયાત્રામાં આ વખતે 100થી વધુ ટ્રકો, 30 જેટલા અખાડા અને અનેક ભજન મંડળીઓ જોડાશે.