GJH3ceEWgAA KRI

કાશીની સળગતી ચિતાઓ વચ્ચે 'મસાન હોળી', જુઓ અદભૂત નજારો

21 MAR 2024

image
GJMNwOoWoAAjqCD

કાશીની અનોખી હોળી દુનિયાભરમાં પ્રખ્યાત છે, અહીં રંગ એકાદશીના દિવસે બાબા વિશ્વનાથને ગુલાલ ચઢાવીને શરૂ હોળીની શરૂઆત થાય છે

Screenshot 2024 03 21 185533

આ હોળી મણિકર્ણિકા ઘાટ અને હરિશ્ચંદ્ર ઘાટ પર સળગતી ચિતાઓ વચ્ચે રમવામાં આવે છે

Screenshot 2024 03 21 181213

કાશીને ભગવાન શિવનું ઘર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતી સાથે લગ્ન કર્યા પછી ભગવાન શિવ તેમને કાશી લઈ આવ્યા હતા, આ દિવસ રંગભરી એકાદશી હતો

ભગવાન શિવના લગ્નની ઉજવણીમાં, બીજા દિવસે મણિકર્ણિકા ઘાટ ખાતે, ભગવાન શિવના અનુયાયીઓ અને ભૂતોએ સ્મશાનમાં ચિતાની રાખ સાથે હોળીની ઉજવણી કરી હતી

લોકોની માન્યતા અનુસાર, આજે પણ ભગવાન શિવ ગુપ્ત રીતે મસાનમાં આવે છે. આ વખતે મસાન હોળી આજના દિવસે રમાવવાની છે

કાશીના મણિકર્ણિકા ઘાટ પર ચિતાની રાખ સાથે હોળી રમવાની પરંપરા પાછળ એક ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે

ધાર્મિક ગ્રંથો અનુસાર આ સંસાર નશ્વર છે એટલે કે એક દિવસ તેનો નાશ થવાનો છે. એક દિવસ આ દુનિયા રાખ બની જશે

ચિતાની ભસ્મ સાથે હોળી રમવાનો અર્થ એ છે કે આ દુનિયા અને તમારા જીવન સાથે વધુ પડતું આસક્ત ન રહો કારણ કે એક દિવસ બધું જ રાખ બની જશે