Holi 2024: ખાસડા ધૂળેટીથી લઈને લઠમાર.. દેશમાં આ પ્રકારે ઉજવવામાં આવે છે હોળી

18 MAR 2024

Types of Holi celebrations in India: આ વર્ષે દેશભરમાં 24 અને 25 માર્ચે હોળીની ઉજવણી કરવામાં આવશે, આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.

મહેસાણાના વિસનગરમાં અનોખી રીતે ધૂળેટીનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. વિસનગરના મંડી બજારમાં ખાસડા ધૂળેટી પ્રખ્યાત છે

જેમાં એક બીજાને ખાસડા મારીને ધુળેટીના તહેવારને ઉજવવામાં આવે છે. પરંપરા અનુસાર ખાસડા ધૂળેટીની ઉજવણી કરાઈ છે.

લઠમાર હોળી, બરસાના, ઉત્તર પ્રદેશ: યુપીના બ્રજ વિસ્તારોમાં લઠમાર હોળી રમવામાં આવે છે, આ હોળીમાં મહિલાઓ પોતાને રંગથી બચાવવા માટે પુરુષોને લાકડીઓથી ફટકારે છે.

ફૂલોની હોળી, વૃંદાવન: વૃંદાવનના ફૂલોની હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિરના પૂજારીઓ મંદિરના દરવાજા ખોલતાની સાથે જ ભક્તો પર ફૂલ ફેંકે છે અને આ રીતે લોકો ફૂલોની હોળીનો આનંદ માણે છે.

ખડી હોલી, કુમાઉ, ઉત્તરાખંડ: આ દિવસના એક મહિના પહેલા કુમાઉ, ઉત્તરાખંડમાં હોળીનો તહેવાર શરૂ થાય છે. અહીં લોકગીતો અને વાનગીઓની સિઝન એક દિવસ કે એક મહિના અગાઉથી શરૂ થઈ જાય છે

હોલા મોહલ્લા, પંજાબ: પંજાબમાં હોળીના તહેવારને હોલા મોહલ્લા પણ કહેવાય છે. આમાં નિહંગ શીખો માર્શલ આર્ટ જેવી યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કરતા હતા

ફાગુઆ, બિહાર: બિહાર હોળીને સ્થાનિક ભોજપુરી બોલીમાં ફાગુઆ કહેવામાં આવે છે. અહીં હોલિકા દહન પછી રંગોથી હોળી રમવામાં આવે છે.