યાત્રાધામ શામળાજીમાં ભક્તોનો ઘોડાપૂર, શામળિયાની એક ઝલક માટે પડાપડી

યાત્રાધામ શામળાજી ખાતે અધિક પૂર્ણિમા નિમિત્તે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા હતા. 

વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. 

પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુના દર્શનના અનેરા મહત્વને લઈને ભક્તોનું ઘોડાપૂર. 

પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ સાજ શણગાર કરાયા હતા.

આ પ્રસંગે નિજ મંદિરને ફૂલોથી વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. 

દિવસ દરમિયાન હજારો ભક્તો શામળિયાના દર્શન કરી ધન્ય બનશે.