હંમેશા કંગાળ રહે છે આ 4 લોકો, ખિસ્સામાં ટકતા નથી પૈસા 

આચાર્ય ચાણક્યએ એવા 4 લોકોનું વર્ણન કર્યું છે, જેમને માતા લક્ષ્મી ક્યારેય પસંદ નથી કરતા.

આ કારણે આવા લોકો હંમેશા મુશ્કેલીમાં રહે છે. તેમના ખિસ્સામાં ક્યારેય પૈસા નથી ટકતા.

આચાર્ય ચાણક્ય કહે છે કે, જે વ્યક્તિ સ્વચ્છતાનું ધ્યાન નથી રાખતા અને ગંદા કપડા પહેરે છે તેમની પાસે ક્યારેય પૈસા નથી ટકતા.

આચાર્ય અનુસાર, આવા વ્યક્તિ ગમે એટલી કોશિશ કરે, પૈસા તેમના ખિસ્સામાં નથી ટકતા. કોઈકને કોઈક રીતે પૈસા ખર્ચ થઈ જાય છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે જો કોઈ વ્યક્તિના દાંત ગંદા રહે છે અથવા તે હંમેશા ગંદકીથી ભરેલા રહે છે, તો આવા લોકોને પણ આર્થિક તંગી રહે છે.

ચાણક્ય અનુસાર, જો કોઈ વ્યક્તિ તેમની ભૂખ કરતાં વધુ ખાય છે એટલે કે ભુખ્ખડ હોય, તેઓ પણ હંમેશા પરેશાન રહે છે.

આવા વ્યક્તિની પાસે વધારે સમય સુધી પૈસા નથી ટકતા. માં લક્ષ્મીજી હંમેશા આવા લોકોથી નારાજ રહે છે.

આચાર્યના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સૂઈ રહે છે તો તેઓ આર્થિક રીતે પણ પરેશાન રહે છે.

ચાણક્ય કહે છે કે,  આવા લોકો ગમે તેટલા મોટા કેમ ન હોય, ધનની દેવી તેમની નજીક જવાનું પસંદ કરતી નથી.