રામનગરી અયોધ્યામાં આજે દીપોત્સવ, 51 ઘાટો પર 24.60 લાખ દિવડા પ્રગટાવાશે

ભગવાન રામની નગરી અયોધ્યામાં ફરી એકવાર આ વર્ષે દિવાળીના તહેવારમાં નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે.

આજે શનિવારે દીપોત્સવમાં 24.60 લાખ દીવડા રામ કી પૌડી પર પ્રજ્વલિત કરીને વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવશે. 

આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ તથા રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહેશે. 

શુક્રવાર સાંજથી જ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દીવાની ગણતરી કરવામાં લાગી હતી.

કાર્યક્રમમાં 25,000 સ્વયંસેવકો 51 ઘાટો પર હાજર રહેશે. કાર્યક્રમ દરમિયાન આતશબાજી કરાશે.

સરયૂ નદીના તટ પર આતશબાજી કરવા માટે 80 લાખ રૂપિયા ખર્ચ કરાયા છે, આ માટે અલગથી મંચ તૈયાર કરવામાં આવ્યો છે.

73 વર્ષના એક્ટર પાસે નથી કામ, કરિયર બર્બાદ થતા કહ્યું- આમિર ખાને મને... 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો