અદભૂત, અલૌકિક... રામ મંદિરનું ગર્ભગૃહ અંદરથી આવું દેખાશે, પહેલીવાર સામે આવી તસવીર

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર સાથે જોડાયેલી એક તસવીર સામે આવી છે, જે ગર્ભગૃહની દિવાલની છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે આ તસવીર શેર કરી છે.

આ પહેલા તેમણે 12 મેએ કેટલીક તસવીરો શેર કરીને જણાવ્યું હતું કે રામ મંદિરની છતનું 40 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. 

આ સાથે તેમણે મંદિરના ભવ્ય પ્રવેશદ્વારની પણ તસવીર ટ્વીટર પર શેર કરી હતી.

રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલાની મૂર્તિની સ્થાપના જાન્યુઆરી 2021ના ત્રીજા સપ્તાહમાં PM મોદી કરે તેવી સંભાવના છે.

આ અવસરે સાધુ-સંત પણ સામેલ થશે અને કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.