કેન્દ્રિય ગૃહમંત્રી વતનની મુલાકાતે, માણસામાં ઉતારી બહુચર માની આરતી

પહેલા નોરતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વતન માણસામાં પરિવાર સાથે પહોંચ્યા હતા.

અહીં તેમણે પરિવાર સાથે બહુચર માતાજીની આરતી ઉતારીને પૂજા-અર્ચના કરી હતી.

અમિત શાહ, તેમના પત્ની, પુત્ર જય શાહ, પુત્રવધુ તથા બંને પૌત્રીઓએ પણ માતાજીની પૂજા કરી હતી.

મંદિરના પૂજારી જગદીશ પાઠક, દ્વારા અમિત શાહના પરિવારને ગણપતિ પૂજા, પુણ્યા વાચન અને માતાજીની પૂજા-અર્ચના કરાવી હતી.

ખાસ છે કે ગૃહમંત્રી દરવર્ષે પહેલા નોરતે માસણા આવે છે, આ વર્ષેપણ તેમને પરંપરા જાળવી રાખી હતી.

'હું ડરી ગઈ...', ભારતથી તગેડી મૂકાયેલી PAK એન્કરે દુબઈ પહોંચીને શું કહ્યું? 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો