Akshay Tritiya પર સોનું ન ખરીદી શકો તો આ વસ્તુઓ ખરીદો,  દેવી લક્ષ્મી થશે પ્રસન્ન

10 MAY 2024

આજે અક્ષય તૃતીયા છે. હિંદુ કેલેન્ડર મુજબ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર ઉજવવામાં આવે છે

અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

જ્યોતિષના મતે અક્ષય તૃતીયાના દિવસે માત્ર સોનું નહીં, પરંતુ તેના સિવાય કેટલીક સસ્તી વસ્તુઓ પણ ખરીદી શકાય છે

તો ચાલો જાણીએ અક્ષય તૃતીયા પર કઈ સસ્તી વસ્તુઓ ખરીદવી જોઈએ

અક્ષય તૃતીયા પર સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.

અક્ષય તૃતીયા પર મીઠું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે મીઠાનું દાન અવશ્ય કરવું જોઈએ, તેનાથી પૂર્વજો ખુશ થાય છે

જવ પણ સોના જેવું જ શુભ માંનવામાં આવે છે, અક્ષય તૃતીયાના દિવસે તમે જવ ખરીદીને ઘરે લાવી શકો છો અને તેનું દાન પણ કરી શકો છો

અક્ષય તૃતીયાના દિવસે કૌડીની ખરીદી કરવી જોઈએ. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન, તેમને અર્પણ કરો અને કૌડીની પૂજા કરો.