પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
ભારતથી મોટી સંખ્યામાં લોકો વિદેશ ફરવા માટે જાય છે. ઘણા દેશ ભારતીયોના ફેવરેટ ડેસ્ટિનેશન બની ગયા છે.
વિદેશમાં પાસપોર્ટ એક ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. વિદેશમાં પાસપોર્ટથી જ તમારી ઓળખ થાય છે.
વિદેશમાં પાસપોર્ટ ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
આજે અમે આપને જણાવીશું કે જો વિદેશમાં પાસપોર્ટ ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય તો શું કરવું જોઈએ..
જો વિદેશમાં તમારો પાસપોર્ટ ચોરી થઈ જાય તો સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. પોલીસ સ્ટેશનથી ફરિયાદની કોપી જરૂર લો.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ઈન્ડિયન એમ્બેસીમાં જાણ કરો. જે બાદ તમારા ચોરાઈ ગયેલા પાસપોર્ટને કેન્સલ કરવામાં આવશે.
જે બાદ તમારે નવા પાસપોર્ટમાંથી અરજી કરવી પડશે. અરજી કર્યા બાદ નવો પાસપોર્ટ મળવામાં ઓછામાં ઓછા 1 અઠવાડિયાનો સમય લાગી શકે છે.
વિદેશમાં પાસપોર્ટ ખોવાઈ જવા પર તમારા વિઝા પણ કેન્સલ થઈ જશે. ઈમરજન્સી સર્ટિફિકેટ અને જૂના વિઝાની કોપીથી તમે નવા વિઝા માટે અરજી કરી શકો છો.
જો તમારી ફ્લાઈટ 1-2 દિવસમાં છે તો તમે દુત્તાવાસમાંથી ઈમરજન્સી સર્ટિફિકેટ લઈ શકો છો. આ સર્ટિફિરેટ દ્વારા તમે ફ્લાઈટથી મુસાફરી કરી શકો છો
ગુરુ પૂર્ણિમાથી આ 3 રાશિઓના 'ગોલ્ડન' દિવસોની શરૂઆત
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા