ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં સરકાર વિરોધી પ્રદર્શનો બાદ સોમવારે (5 ઓગસ્ટ, 2024) અવામી લીગના શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને દેશ પણ છોડી દીધો.
શેખ હસીના બાંગ્લાદેશથી વધારે સામાન લઈને આવ્યા નથી, તેઓ માત્ર 2 સૂટકેસો લઈને આવ્યા છે. બાકીની વસ્તુઓ તેઓ પ્રધાનમંત્રી આવાસમાં જ છોડીને આવ્યા છે.
આવી સ્થિતિમાં ચાલો જાણીએ તેઓ પોતાની સાથે 2 સૂટકેસમાં શું-શું લઈ આવ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશથી શેખ હસીના માત્ર કપડા અને જરૂરી સામાન જ લઈને આવ્યા છે.
બાંગ્લાદેશના રહેવાસી હોવાના કારણે તેમના ત્યાંની બેંકોમાં એકાઉન્ટ્સ પણ હતા. જેમાં તેમના કરોડો રૂપિયા જમા હતા.
પરંતુ હવે જ્યારે તેઓ દેશ છોડી ચૂક્યા છે, ત્યારે બેંકોમાં જમા તેમના તમામ પૈસા ફ્રીજ થઈ ગયા છે. શેખ હસીના બેંકોમાં જમા રૂપિયાનો હવે ઉપયોગ નહીં કરી શકે.
મીડિયા રિપોર્ટ અનુસાર, 2024ની શરૂઆતમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી દરમિયાન શેખ હસીનાએ ચૂંટણી પંચને પોતાની સંપત્તિની વિગતો આપી હતી. કમિશનને સુપરત કરાયેલ એફિડેવિટ મુજબ, શેખ હસીનાની કુલ સંપત્તિ 4.36 કરોડ બાંગ્લાદેશી ટકા (3.14 કરોડ ભારતીય રૂપિયા) છે.