આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જન્મદિવસ, ત્રિમંદિરે દર્શન કરી દિનચર્યાની કરી શરૂઆત
આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે. તેઓએ આજે જીવનના 61 વર્ષ પુર્ણ કરી 62 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
2017માં ભુપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું અને પોતાની પહેલી ટર્મમાં જ મુખ્યમંત્રી બન્યા
મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રિમંદિર પ્રત્યે ખૂબ જ આસ્થા છે. મુખ્યમંત્રી તરીકેની શપથ લીધા બાદ પણ ત્રિમંદિર પહોંચ્યા હતા.
ત્યારે આજે પણ પોતાના જન્મદિવસની શરૂઆત ત્રિમંદિરમાં જઈ આશીર્વાદ લઈ કરી હતી.
મુખ્યમંત્રીએ સૌના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવા સાથે ગુજરાત પર ઈશ્વર કૃપા વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી વાંછના કરી હતી.