Screenshot 2024 04 25 165205

સાયકલ કરતા પણ ધીમી ચાલે છે આ આળસુ ટ્રેન

image
Screenshot 2024 04 25 165231

ભારતીય રેલવેની સૌથી ફાસ્ટ ટ્રેન, શાનદાર સુવિધાવાળી ટ્રેન વિશે તો તમે સાંભળ્યું હશે. પરંતુ શું તમે આળસુ ટ્રેન વિશે જાણો છો?

Screenshot 2024 04 25 170838

વાસ્તવમાં એક આળસુ ટ્રેન પણ છે, જે ખૂબ જ ધીમે ધીમે ચાલે છે.

Screenshot 2024 04 25 170906

આ ટ્રેન પેસેન્જર ટ્રેન કરતા પણ ધીમી છે, જેના કારણે તેને ભારતીય રેલવેની સૌથી ધીમી ટ્રેન પણ કહેવામાં આવે છે.

જોકે, આ ટ્રેન જે રસ્તા પરથી પસાર થાય છે, ત્યાંનો નજારો પણ ખૂબ જ સુંદર અને આકર્ષક છે.

અમે વાત કરી રહ્યા છીએ ભારતની સૌથી ધીમી ટ્રેન નીલગીરી માઉન્ટેન રેલવે વિશે, આ ટ્રેન અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી હતી.

સૌથી ધીમી ટ્રેનની મુસાફરી હોવા ઉપરાંત નીલગીરી માઉન્ટેન રેલવે પણ ઘણા રેકોર્ડ ધરાવે છે.

તેને ભારત અને એશિયાની સૌથી ધીમી ટ્રેન કેમ કહેવામાં આવે છે, તેનો જવાબ મંત્રાલયે આપ્યો છે. રેલવેએ જણાવ્યું કે, પહાડ પર તેનો 1.12.28નો ઢાળ છે, જે કોઈ ટ્રેનનો નથી.

આનો અર્થ એ છે કે, દરેક 12.28 ફૂટની યાત્રા માટે ઊંચાઈ અથવા તેની ઊંચાઈ 1 ફૂટ વધે છે. આ કારણોસર તેને ભારતની સૌથી ધીમી ટ્રેન પણ કહેવામાં આવે છે.

નીલગીરી માઉન્ટેન રેલવે એ ભારતની સૌથી ધીમી ટ્રેન છે. 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરતી ટ્રેન 5 કલાકે 46 કિલોમીટરનું અંતર કાપે છે.