વર્ક વિઝા તે લોકો માટે જરૂરી છે, જેઓ વિદેશોમાં રોજગારી મેળવવા માંગે છે. પરંતુ આજે અમે એવા દેશો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં વિદ્યાર્થી વર્ક વિઝા વગર પૈસા કમાઈ શકે છે.
વાસ્તવમાં, એવા ઘણા દેશો છે જેઓ પોતાના દેશમાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓને કામ કરવાની મંજૂરી આપે છે.
જર્મનીઃ અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે એક અઠવાડિયામાં 20 કલાક અને એક વર્ષમાં ફુલ ટાઈમ 120 દિવસ અને પાર્ટ ટાઈમ 240 દિવસ કામ કરવાની છૂટ છે.
આયર્લેન્ડઃ આ દેશમાં અઠવાડિયામાં 20 કલાક અને ફૂલ ટાઈમ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રજા દરમિયાન ફૂલ ટાઈમ નોકરી કરવાની છૂટ છે.
ઓસ્ટ્રેલિયાઃ સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા જતાં વિદ્યાર્થીઓને વર્ક વિઝા વગર અઠવાડિયામાં 20 કલાક કામ કરવાની છૂટ છે.
કેનેડાઃ આ દેશમાં પણ સેમેસ્ટર દરમિયાન 20 કલાક અને રજાઓ દરમિયાન ફૂલ ટાઈમ નોકરી કરવાની તક આપવામાં આવે છે.