PM મોદી સુરતમાં 353 કરોડના ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરશે.

સુરત એરપોર્ટને ગત 15મી ડિસેમ્બરે જ ઈન્ટરનેશનલ એરપોર્ટને દરજ્જો કેન્દ્ર સરકારે આપ્યો છે.

નવા ટર્મિનલની બિલ્ડિંગ રાંદેરના કાષ્ટના ઘરોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાઈ છે. 

ટર્મિનલની અંદર સ્થાનિક કળા કલાકૃત્તિ, ઝરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી જોવા મળશે.

એરપોર્ટમાં મુસાફરો માટે 20 ચેક-ઈન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઈમિગ્રેશન કાઉન્ટર, 500 કારની પાર્કિંગ સુવિધા છે. 

સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાકે 1800 અને વાર્ષિક 35 લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે.

દેશવિદેશના વ્યાપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે. 

સુરત એરપોર્ટથી દુબઈ અને હોંગકોંગ માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ શકશે.

Jannat Zubairના આ લુક્સના દિવાના છે ફેન્સ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો