Ram Mandir પર ચુકાદો આપનાર 5 જજ બનશે પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી

અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં રોજ રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.

22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી આ કેસમાં ચુકાદો સંભળાવનારા પાંચ ન્યાયાધીશો પણ બનશે.

ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના પાંચેય ન્યાયાધીશોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. જેમાંથી 4 નિવૃત્ત થઈ ચૂક્યા છે. ડી.વાય.ચંદ્રચુડ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ છે.

રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે 3 ઓક્ટોબર 2018ના રોજ ભારતના 46મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.

શરદ અરવિંદ બોબડે સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે 18 નવેમ્બર 2019ના રોજ દેશના 47મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.

ધનંજય યશવંત ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે 9 નવેમ્બર 2022ના રોજ દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.

અશોક ભૂષણ દેશની સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને હાલમાં નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ છે.

સૈયદ અબ્દુલ નજીર દેશની સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે અને વર્તમાનમાં આંધ્ર પ્રદેશના 24મા રાજ્યપાલ તરીકે સેવા આપે છે.

કોણ છે પ્રેમાનંદ મહારાજના ગુરુ? જેમના ચરણ સ્પર્શ કરીને લે છે આશીર્વાદ, કરે છે સેવા 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો