PM Modi એ જગત મંદિરમાં દ્વારકાધીશના કર્યા દર્શન, શંકરાચાર્યના પણ લીધા આશીર્વાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યે જામનગર પહોંચી ત્યાં રાત્રી રોકાણ કરી આજે વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા.

PM મોદીએ બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચન કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું.

દ્વારકામાં રોડ શૉ દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાધીશના જગતમંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા.

પીએમ મોદીએ જગત મંદિર દ્વારકામાં દ્વારકાધીશના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. તેમણે મંદિરમાં રહેલી દાન પેટીમાં દાન પણ કર્યુ હતું.

જે બાદ પીએમ મોદીએ શંકરાચાર્ય મઠ શારદાપીઠ ખાતે ભાગવત્પાદ આદ્ય શંકરાચાર્યજીની ચરણ પાદુકાની પૂજા કરી હતી.

ત્યારબાદ પીએમ મોદીએ દ્વારકા શારદાપીઠના 79મા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજને પ્રણામ કર્યા હતા.

પીએમ મોદીએ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.