આજે અમે દુનિયાની સૌથી મોંઘી શાળાઓમાંથી એક સ્કૂલની વાત કરી રહ્યા છે.
Photos from: instagram/instlerosey
જ્યાં 1 વર્ષની ફી CHF (સ્વિસ ફ્રેંક સ્વિટ્ઝરલેંડની ઓફિશ્યલ કરન્સી) 1,25,000 એટલે કે અંદાજે 1.12 કરોડ રૂપિયાથી વધારે છે.
અમે વાત કરીએ છીએ Institute Le Roseyની જે સ્વિટ્ઝરલેન્ડના રોલે શહેરમાં સ્થિત છે.
આ સ્કૂલની સ્થાપના 1880માં પૉલ એમિલ કર્નલે કરી હતી.
આ સ્વિટ્ઝરલેંડની સૌથી જુની બોર્ડિંગ સ્કૂલમાંથી એક છે અને દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત અને મોંઘી સ્કૂલમાંથી એક છે.
તેને સ્કૂલ ઓફ કિંગ્સના નામથી પણ ઓળખવામાં આવે છે.
આ બે કેંપસ વાળી એક માત્ર સ્કૂલ છે, જેમાં ટેનિસ કોર્ટ, શૂટિંગ રેંજ, એક્કેસ્ટ્રેન સેંટર અને 4 અબજના ખર્ચે બનાવેલો કોન્સર્ટ હોલ છે.
સ્કૂલ કેંપસમાં વિદ્યાર્થીઓ માટે સ્કી રિસોર્ટ છે, જ્યાં જાન્યુઆરીથી માર્ચની ઠંડીમાં કેંપ થાય છે, વિદ્યાર્થી-ફેક્લ્ટી અને બાકી સ્ટાફ સ્કીઈંગની મજા માણે છે.
450 વિદ્યાર્થીને ભણાવવા માટે 200 ટીચર છે એટલે કે બેથી ત્રણ વિદ્યાર્થીને ભણાવવા 1 ટીચર છે.
સ્કૂલમાં 30 સીટો અહીં ભણાવનારા ટીચર્સના બાળકો માટે રિઝર્વ છે. જેમાંથી ત્રણ સીટ પર દર વર્ષે સ્કૉલરશીપ અપાય છે.
લો રોજી સ્કૂલમાં 7થી 18 વર્ષની ઉંમરના એડમિશન લઈ શકે છે.
એક રિપોર્ટ અનુસાર આ સ્કૂલમાં સ્પેન, ઈજિપ્ત, બેલ્જિયમ, ઈરાન અને ગ્રીસના રાજાઓએ ભણતર લીધું હતું.