ગેસ સિલિન્ડર લીક હોય તો ફટાફટ કરી લો આ કામ, નહીં તો સર્જાશે મોટી દુર્ઘટના
ઘણીવાર એવું બને છે કે તમે ગેસ સિલિન્ડર બદલો છો અને તે લીક આવે છે. આ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
જ્યારે સિલિન્ડર લીક હોય ત્યારે તાત્કાલિક કેટલાક કામ કરવા પડશે. ચાલો જાણીએ આ વિશે...
સૌથી પહેલા ઘરની બારી અને બારણા ખોલી નાખો. આ દરમિયાન બાકસને સળગાવશો નહીં અને લાઈટની સ્વિચ પણ ચાલુ કરશો નહીં.
ગેસ સિલિન્ડર લીક હોય તો રેગ્યુલેટર બંધ કરી દો. કારણકે જ્યાં સુધી રેગ્યુલેટર ચાલુ હશે ત્યાં સુધી ગેસ લીક થતો રહેશે.
હજુ પણ ગેસ લીક થઈ રહ્યો હોય તો રેગ્યુલેટરને દૂર કરો અને સિલિન્ડર પર સેફ્ટી કેપ લગાવીને તેને બંધ કરો.
સિલિન્ડર લીક હોય તો તમારી ગેસ એજન્સી અથવા ડિલિવરી કરનારને જાણ કરો. તમારી એજન્સી તરત જ તમારો સિલિન્ડર બદલી આપશે.
સિલિન્ડર વધારે લીક હોય તો તેને ઘરની અંદર ન રાખો. તેને કોઈ ખુલ્લી જગ્યાએ રાખી દો.
'તારક મહેતા'ની સોનુને બોયફ્રેન્ડે કર્યું પ્રપોઝ, જુઓ વીડિયો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા