દુનિયામાં અહીં સૌથી મોંઘા વેચાય છે બટાકા, 10 ગ્રામ સોનાની કિંમતમાં મળશે એક કિલો

બટાકાનું શાક ખાવાનું દરેકને પસંદ હોય છે. તે લગભગ સમગ્ર દેશમાં ઉગાડવામાં આવે છે.

ભારતમાં તેની કિંમત હંમેશા 20થી 30 રૂપિયા પ્રતિ કિલો રહે છે. પરંતુ ક્યારેક તેની કિંમત 50-60 રૂપિયા પ્રતિ કિલો થઈ જાય છે.

શું તમે જાણો છો દુનિયામાં બટાકાની એવી જાત છે, જેની કિંમત ઘણી વધારે છે.

આ પ્રકારના એક કિલો બટાકા ખરીદવા માટે તમારે હજારો રૂપિયા ખર્ચવા પડશે.

ખાસ વાત એ છે કે બટાકાની આ જાતનું નામ લે બોનોટે છે. તે ફક્ત ફ્રાન્સમાં જ ઉગાડવામાં આવે છે.

કહેવાય છે કે તેની કિંમત એક તોલા સોના કરતાં પણ વધુ છે.

લે બોનોટના એક કિલોની કિંમત 50,000 રૂપિયાથી 90,000 રૂપિયાની વચ્ચે છે.

લે બોનોટે બટાકા ફ્રાંસના મર્યાદિત વિસ્તારોમાં જ ઉગાડવામાં આવે છે.

તે એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત નોઇર્માઉટિયરના ફ્રેન્ચ ટાપુ પર જ ઉગાડવામાં આવે છે.

58 વર્ષના એક્ટરે કર્યા બીજા લગ્ન, હવે હનીમૂન પર જવાની તૈયારીમાં

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો