6 વર્ષ બાદ દેખાશે સૌથી લાંબું ચંદ્રગ્રહણ, જાણો 2023ના પ્રથમ ગ્રહણની ખાસ વાતો

આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 5મે 2023ના રોજ શરૂ થશે અને 6મે 2023ના રોજે સમાપ્ત થશે.

સમગ્ર ગ્રહણ 4 કલાક અને 18 મિનિટનું હશે, જે રાત્રે 8.44 વાગ્યે શરૂ થશે અને 1.01 વાગ્યે સમાપ્ત થશે.

આ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે, એટલે કે પૃથ્વીનો સીધો પ્રકાશ ચંદ્ર પર નહીં પડે. 

ગ્રહણ દરમિયાન ચંદ્ર સંપૂર્ણ રીતે કાળો નહીં દેખાય, પરંતુ પૃથ્વીનો હળવો પ્રકાશે અને તે દેખાશે.

આ ચંદ્રગ્રહણ રાત્રે 10 વાગીને 52 મિનિટ પર પોતાના ઉચ્ચતમ બિંદુ પર હશે.

આ દરમિયાન ચંદ્રનો વ્યાસ સામાન્ય કરતા 0.1% મોટો હશે કારણ કે તે પોતાના કક્ષા બિંદુથી 5.5 દિવસ પહેલા થાય છે.

આ ચંદ્રગ્રહણ યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, ઓફ્રિકા, એટલાન્ટિક અને હિન્દ મહાસાગરમાં પણ દેખાશે.

જો આકાશ સ્વચ્છ હોય તો તમે નરી આંખે તેને જોઈ શકો છો. આ સાથે તમે ટેલિસ્કોપ કે દુરબિનથી પણ જોઈ શકો છો.

આ વખતનું ચંદ્રગ્રહણ ફેબ્રુઆરી 2017થી સપ્ટેમ્બર 2042 સુધીનું સૌથી લાંબું હશે.