ભારતીય પાસપોર્ટ આ ત્રણ કલરના છે, જાણો દરેકની વેલ્યુ
ભારતમાં પાસપોર્ટ માત્ર બ્લૂ જ નહીં પરંતુ કેટલાક અન્ય રંગોમાં પણ હોય છે. દરેક પાસપોર્ટની પોતાની આગવી ઓળખ હોય છે.
ભારતીય પાસપોર્ટ ત્રણ રંગના હોય છે. ભારતીય પાસપોર્ટ મરૂન, સફેદ અને બ્લૂ રંગનો છે.
સામાન્ય લોકો માટે બ્લૂ રંગનો પાસપોર્ટ આપવામાં આવે છે. આ સાથે આ પાસપોર્ટ પર કામ, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે કોઈપણ કામ માટે પરમિટ લઈ શકાય છે.
સફેદ કલરના પાસપોર્ટની વાત કરીએ તો, તે કોઈ સરકારી કામ માટે વિદેશ જનાર વ્યક્તિને આપવામાં આવે છે. આ પાસપોર્ટ પર વિશેષાધિકારો છે.
રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓને મરૂન કલરનો પાસપોર્ટ આપવામાં આવે છે. આ પાસપોર્ટ હોવાનો અર્થ એ છે કે તમારે વિદેશ જવા માટે વિઝાની જરૂર નથી. ઈમિગ્રેશન પ્રક્રિયામાં પણ સરળતા છે.