120 વર્ષ પહેલા લક્ષદ્વીપમાં પહેલી સ્કૂલ ખુલી હતી, જાણો આ પહેલા કેવી રીતે અભ્યાસ થતો?

PM મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ આ જગ્યા ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. PMએ ટ્વીટ કરીને આ ટાપુની સુંદરતા બતાવી હતી.

પરંતુ PMના આ ટ્વીટ પર ટૂરિસ્ટ પ્લેસ માલદીવના કેટલાક મંત્રીઓએ આપત્તિજનક નિવેદન આપતા #boycott માલદીવ ટ્રેન્ડ થવા લાગ્યું.

પરંતુ શું તમે જાણો છે કે લક્ષદ્વીપ પર પહેલી સ્કૂલ ક્યારે ખૂલી અને આ માટે કેટલી મુશ્કેલીઓ આવી હતી?

શરૂઆતના સમયમાં લક્ષદ્વીપની મસ્જિદોમાં કુરાન ભણાવાતી. અહીં કોઈ સ્કૂલ કે પુસ્તકો નહોતી.

વર્ષો બાદ 1888 બાદ શિક્ષા પ્રદાન કરવા પ્રશિક્ષિત શિક્ષકોને મસ્જિદ સ્કૂલો સાથે જોડવામાં આવ્યા.

આ બાદ 1895માં મદરેસા સાથે જોડાયેલી સ્કૂલોમાં પ્રારંભિક મલયાલમ ભણવા અને બોલનારા ઉપલબ્ધ કરાવાયા.

લગભગ 20 વર્ષ બાદ એટલે 1904માં કેરળના કાસરગોડના મપ્પિલા શિક્ષકને લક્ષદ્વીપ મોકલાયા અને 15 જાન્યુઆરીએ લક્ષદ્વીપમાં પહેલી સ્કૂલ ખુલી.

આ સ્કૂલમાં ભાષાઓ અને અંકગણિત વિષય ભણાવાતા હતા. આ બાદ અહીં અન્ય જગ્યાઓ પર પણ સ્કૂલો ખોલાઈ.

વર્ષ 1956માં લક્ષદ્વીપનો સાક્ષરતા દર 15.23 ટકા હતા. સમય જતા આજે અહીં 87.52 ટકા સુધી પહોંચી ગયો છે.

તમારા નામે કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ? આ રીતે જાણી લો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો