મોબાઈલ છોડ્યો, ન માની હાર...સાધવી જેવું જીવન જીવી રાજસ્થાનની આ યુવતી બની IAS ઓફિસર
ભારતમાં IAS અધિકારી બનવા માટે સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક UPSC પરીક્ષા પાસ કરવી પડે છે.
દર વર્ષે હજારો ઉમેદવારો IAS, IFS અને IPS બનવા માટે આ પરીક્ષા આપે છે. તેમાંથી અમુક જ આ પરીક્ષામાં સફળ થાય છે.
આજે આપણે IAS પરી બિશ્નોઈ વિશે વાત કરીશું, જેમણે UPSC પરીક્ષા પાસ કરવા માટે પોતાનું જીવન એક સાધવીની જેમ જીવ્યું અને સફળતા હાંસલ કરી.
રાજસ્થાનના બિકાનેરના રહેવાસી IAS પરી બિશ્નોઈએ 2019માં UPSC પરીક્ષામાં સફળતા હાંસલ કરી હતી.
તેમના પિતા મણિરામ બિશ્નોઈ વકીલ છે અને માતા સુશીલા બિશ્નોઈ હાલમાં GRPમાં પોલીસ અધિકારી તરીકે કામ કરે છે.
પરી બિશ્નોઈએ અજમેરની સેન્ટ મેરી કોન્વેન્ટ સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
જે બાદ પરી બિશ્નોઈએ અજમેરની MDS યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી.
પરી બિશ્નોઈ તેમના ત્રીજા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા. તેમણે UPSC AIR 30 હાંસલ કર્યો હતો.
UPSC પરીક્ષાની તૈયારી દરમિયાન પરી બિશ્નોઈએ તેમના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દીધા હતા. તો મોબાઈલનો ઉપયોગ પણ બંધ કરી દીધો.
પરી બિશ્નોઈ સિક્કિમ હવે ગંગટોકમાં સબ ડિવિઝનલ ઓફિસર તરીકે કાર્યરત છે.
ભારતમાં IAS અધિકારી બનવા માટે સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક UPSC પરીક્ષા પાસ કરવી પડે છે.
નવા વર્ષના પહેલા દિવસે ઘરની આ દિશામાં પ્રગટાવો દીવો, ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો