હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, મંડીમાં વાદળ ફાટતા પૂર આવ્યું, તમામ રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

મંડી અને બાગી સહિતના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ અને વાદળ ફાટતા પૂર આવ્યું છે.

વરસાદના કારણે મંડી-કુલ્લૂ નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. 

મંડીમાં થઈન નીકળતી બ્યાસ નદીનું જળસ્તર વધી ગયું છે, જે બાદ મંડીમાં ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે.

બાગીમાં વાદળ ફાટવાથી એક સરકારી સ્કૂને પણ ભારે નુકસાન પહોંચ્યું છે અને સ્કૂલ પાણી-પાણી થઈ ગઈ છે.