ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, ગુજરતાનો સૌથી મોટો ગિરા ધોધ સક્રિય થયો

છેલ્લા બે-ત્રણ દિવસથી ડાંગ સહિત દ.ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે.

વરસાદના પગલે ડાંગ જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

એવામાં અંબિકા નદીમાં નવા નીર આવતા ગિરા ધોધ સક્રિય થયો છે.

વઘઈ નજીક આવેલ ગિરા ધોધમાં નવા નીરની આવક થતાં આહ્લાદક દ્રશ્યો સર્જાયા હતા.

ગીરા ધોધના દ્રશ્ય માણવા પ્રવાસીઓ ઉમટી પડતા સુરક્ષા માટે વહીવટી તંત્રએ ગાર્ડ મૂક્યા છે. 

સતત વરસાદને પગલે ડાંગ જિલ્લામાં મુખ્ય ધોધ ગીરા અને ગિરમાળ એક સાથે સક્રિય થયા.