અમદાવાદમાં શરૂ થઈ દેશની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, લંચ-ડીનર માટે શું છે ચાર્જ? જાણો

અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશન અને અક્ષર પ્રા.લિ દ્વારા ક્રૂઝ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી આ ક્રૂઝનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં એકસાથે 125થી 150 જેટલા લોકો બેસીને ભોજનની મજા માણી શકશે.

ક્રૂઝ અટલ બ્રિજથી દઘિચી બ્રિજ અને ત્યાંથી પાછું અટલ બ્રિજ આવશે. આખો રાઉન્ડ 1:30 કલાકનો રહેશે.

ક્રૂઝમાં એક વ્યક્તિનો લંચનો ચાર્જ 1800રૂ. અને ડિનરના રૂ.2000 ચાર્જ રખાયો છે.

ટિકિટ માટે ઓનલાઈ https://aksharrivercruise.com/ વેબસાઈટ પરથી બુકિંગ કરાવવાનું રહેશે.