35 કરોડ રૂપિયાની ગાયનું ભારત સાથે છે ખાસ કનેક્શન, તમે પણ જાણો

બ્રાઝિલની સાડા 4 વર્ષની ગાય વિયાટિના-19 FIV મારા ઈમોવિસ દુનિયાની સૌથી મોંઘી ગાય છે.

હાલમાં આ ગાયની માલિકીના હકનો એક-તૃતિયાંશ હિસ્સો હરાજીમાં 11 કરોડ રૂપિયામાં વેચાયો.

હવે આ ગાયની કુલ કિંમત 4.3 મિલિયન ડોલર એટલે કે લગભગ 35 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

નેલોર નસ્લની ગાય વિયાટિના-19 FIV મારા ઈમોવિસ ગાયનો ભારત સાથે ખાસ સંબંધ છે.

આ ગાયની નસ્લનું નામ નેલોર નસ્લની ગાય પરથી પડ્યું છે અને તેનું મૂળ સ્થાન આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં છે.

આ ગાયની નસ્લને અહીંથી બ્રાઝિલ મોકલાઈ હતી અને પછી દુનિયાના અન્ય હિસ્સોમાં પણ તે ફેલાઈ ગઈ.