BJP નેતા જીતુ વાઘાણી જોવા મળ્યા અલગ અંદાજમાં,  ફોટા શેર કરીને કર્યું મોટું આહ્વાન

Arrow

એક તરફ રાજ્યમાં અનેક રાજકીય અટકળો છે ત્યારે આ વચ્ચે રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ફોટા શેર કર્યા છે.

Arrow

 જીતુ વાઘાણી ખેડૂત છે ત્યારે તે હવે સારા વરસાદ વચ્ચે વાવણી કરતાં જોવા મળ્યા છે.

Arrow

ધારાસભ્ય જીતુ વાઘાણીએ  ભાવનગર ખાતે એક વાડીની મુલાકાત લઈને વાવણીની શરૂઆત અને ખેતરના ખેડાણ કરતા પહેલા સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક પૂજન કર્યું.

Arrow

જીતુ વાઘાણીએ કહ્યું કે પીએમના નેતૃત્વમાં સમગ્ર દેશમાં મીલેટ્સ માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હું સૌ ખેડૂત ભાઈઓને મીલેટ્સના પાકનું વાવેતર કરવા આહ્વાન કરું છું

Arrow

  પીએમ મોદી તાજેતરમાં અમેરિકાના સ્ટેટ વિઝિટ પર ગયા હતા ત્યારે વ્હાઈટ હાઉસના સ્ટેટ ડિનરમાં પણ મિલેટ્સની વાનગીનો સમાવેશ થયો હતો.

Arrow

યુનાઈટેડ નેશન્સે ભારતના પ્રસ્તાવ અને પ્રયત્નો પછી જ 2023ને મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે. દેશમાં ફરી મિલેટ્સની માંગ વધી છે.

Arrow