‘AAP’ના 6 મંત્રીઓ સહિત ઘણા ધારાસભ્યો ખાઈ ચૂક્યા છે જેલની હવા
આમ આદમી પાર્ટીના 6 મંત્રીઓ સહિત ઘણા નેતા જેલની હવા ખાઈ ચૂક્યા છે અને કેટલાક તો હજુ પણ જેલમાં છે. ચાલો જાણીએ...
લિકર પોલિસીને લઈને થયેલા કૌભાંડના આરોપમાં દિલ્હીના ડિપ્યુટી સીએમ મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે.
AAP નેતા સત્યેન્દ્ર જૈન મની લોન્ડ્રિગ કેસમાં લાંબા સમયથી જેલમાં છે. ઈડી અત્યાર સુધીમાં તેમની 4.81 કરોડ રુપિયાની સંપત્તિ પણ જપ્ત કરી ચૂકી છે.
કેજરીવાલ સરકારમાં કાયદા મંત્રી રહેલા સોમનાથ ભારતી ઘરેલુ હિંસા કેસમાં જેલની સજા ભોગવી ચૂક્યા છે.
દિલ્હી સરકારમાં કાયદા મંત્રી રહી ચૂકેલા જિતેન્દ્ર તોમરને પણ ફેક ડિગ્રી કેસમાં જેલ જવું પડ્યું હતું.
AAP સરકારમાં મંત્રી રહી ચૂકેલા સંદીપ કુમાર મહિલા પર બળાત્કારના આરોપમાં જેલની હવા ખાઈ ચૂક્યા છે.
પંજાબની AAP સરકારમાં મંત્રી રહી ચૂકેલા વિજય સિંગલા અધિકારીઓ પાસેથી કમિશન માંગવાના આરોપમાં જેલમાં છે.
આ સિવાય અમાનતુલ્લા ખાન, નરેશ યાદવ, અખિલેશ પતિ ત્રિપાઠી, મહેન્દ્ર યાદવ, જગદીશ સિંહ સહિત પાર્ટીના એક ડઝન ધારાસભ્યો જેલની હવા ખાઈ ચૂક્યા છે.
આ 10 ક્રિકેટરો 2024માં લઈ શકે છે સન્યાસ, ભારતના 3 ખેલાડીઓના નામ પણ સામેલ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા