અમેરિકાની રાજકીય મુલાકાત છે ખૂબ જ ખાસ, જાણો કોને મળ્યું સૌથી પહેલા આ સન્માન
અમેરિકાની રાજકીય મુલાકાતનું સન્માન ખૂબ જ નજીકના મિત્રો અને સહયોગીઓને આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને ભારતીય-અમેરિકનો ખૂબ જ ઉત્સાહિત છે.
ડેવિડ એમ. રુબેનસ્ટીન નેશનલ સેન્ટર ફોર વ્હાઇટ હાઉસ હિસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ અને વચગાળાના ડિરેક્ટર મેથ્યુ કોસ્ટેલોના જણાવ્યા અનુસાર, 1874માં હવાઈના રાજા કાલાકાઉઆ દ્વારા પ્રથમ રાજનીતિક મુલાકાત કરવા આવ્યા હતા
અમેરિકા વૈશ્વિક મહાસત્તા બનવાની સાથે જ વ્હાઇટ હાઉસનું આમંત્રણ ખૂબ જ પ્રતિષ્ઠિત બન્યું. અન્ય દેશોના ઘણા નેતાઓ છે જે વ્હાઇટ હાઉસ આવવા માંગે છે.
વ્હાઇટ હાઉસ દ્વારા છ મહિના અગાઉથી અમેરિકાની રાજકીય મુલાકાત માટેની તૈયારીઓ કાળજીપૂર્વક શરૂ કરવામાં આવે છે.
વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર 21-23 જૂન સુધી અમેરિકા પહોંચ્યા છે
રાજકીય મુલાકાતના દિવસે, વ્હાઇટ હાઉસ ખાતે સામાન્ય રીતે દક્ષિણ લૉન પર રાજકીય આગમન સમારોહ હોય છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ અને મહેમાન રાજ્યના વડા વાતચીત કરે છે.
બિડેનના કાર્યકાળ દરમિયાન, અન્ય દેશોના માત્ર બે નેતાઓ - ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક પોલ - રાજકીય મુલાકાતે આવ્યા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જઈ રહ્યા છે.