અમદાવાદમાં અહીં મુકાયા છે કલાત્મક સ્કલ્પચર્સઃ જાણો તમામની વિશેષતાઓ

Arrow

અમદાવાદમાં વિવિધ સર્કલ પર અનોખા સ્કલપચર મુકીને તેની કલાત્મક્તાને નિખારવાના પ્રયત્નો તંત્ર દ્વારા થઈ રહ્યા છે. તો આવો જાણીએ તેના અંગે

Arrow

અમદાવાદમાં વિવિધ સ્કલ્પચર મુકવામાં આવ્યા છે જેમાં આ સ્કલ્પચર દુધરાજ પક્ષીનું છે. જેનું વજન 3 ટન છે.

Arrow

નેશનલ હાઈવે એક્સપ્રેસવેની એન્ટ્રીમાં ફ્લાવર્સનું સ્કલ્પચર મુકાયું છે. જેનું વજન 10 ટન છે. તે વેસ્ટ મટીરિયલમાંથી બનાવાયું છે. જે સ્વાગત દર્શાવે છે.

Arrow

ઉસ્માનપુરા ચાર રસ્તા પર પતંદને છૂટ આપતા ટેણિયાનું સ્લ્પચર મુકાયું છે. મકરસંક્રાંતિ અમદાવાદની આગવી ઓળખ છે. તે ઓળખને છતી કરતું આ સર્કલ છે. જે પ્રતિકૃતિનું વજન 5 ટન છે.

Arrow

પંચવટી ચાર રસ્તા પર બુલનું સ્કલ્પચર છે. જેનું વજન 3 ટન છે. ગુજરાતીઓ શેરબજારમાં મોખરે રહે છે અને સીજી રોડ વાણિજ્ય કેન્દ્ર હોવાથી અહીં આ પ્રતિકૃતિ મુકાઈ છે.

Arrow

કોમર્સ છ રસ્તાને જ્ઞાન કેન્દ્ર શીર્ષક સાથે આ સ્કલ્પચર મળ્યું છે. જ્યાંથી જ્ઞાન અને શિક્ષણની સંસ્થાઓ સુધી અલગ અલગ રસ્તાઓ પડે છે. જ્યાં આ 7 ટનની પ્રતિકૃતિ મુકાઈ છે.

Arrow

કાંકરિયા તળાવ ગેટ નં.1 થી પુષ્પકુંજ ચાર રસ્તા પર પતંગ ફિરકીના સ્કલ્પચર સાથેની પ્રતિકૃતિ મુકાઈ છે. આ સ્કલ્પચરમાં બાળક ચશ્મા પહેરી પીપુડી વગાડે છે. આ પણ મકરસંક્રાંતિને દર્શાવે છે. જેનું વજન 5 ટન છે.

Arrow

ઈન્દીરાબ્રીજ પાસે ઘોડાનું સ્કલ્પચર મુકાયું છે. જે શોર્યનું પ્રતિક છે. અમદાવાદ ગુજરાત ઈકોનોમીક રાજધાની છે. આ રસ્તો અમદાવાદ-ગાંધીનગરને જોડે છે. આ પ્રતિકૃતિનું વજન 15 ટન છે.

Arrow

એરપોર્ટ જંકશન પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્કલ્પચર છે. જે અમદાવાદામાં એન્ટ્રી વખતે એક ઐતિહાસિક ઓળખ સાથે જોડાય છે. જે અહિંસાનું પ્રતિક છે. આ પ્રતિકૃતિ 8 ટનની છે.

Arrow

સિંધુભવન રોડ પકવાન ચાર રસ્તા પાસે પેલીકન પક્ષીનું સ્કલ્પચર છે. આ પણ શૌર્યનું પ્રતિક છે અને ગાંધીનગરને સાથે લઈને અમદાવાદ ચાલે છે. તે બંને વચ્ચેના સેતુ સમાન ઘોડાની સમાનનું પ્રતિક છે. જેનું વજન 2 ટન છે.

Arrow