જૂનાગઢમાં ધોધમાર વરસાદ બાદ ગિરનાર બન્યું ઝરણાઓનું ગઢ, જુઓ VIDEO 

જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાવકતા નદી-નાળા છલકાઈ ગયા છે.

અનરાધાર વરસાદ વચ્ચે ગિરનાર પર્વત ઝરણાઓનું ગઢ બન્યું હોય એવા નજારા સામે આવ્યા છે.

વરસાદના કારણે ગિરનાર પર્વત પરના ધોધ ફરી જીવંત થયા હતા.

ગિરનારના પગથિયા પણ જાણે ઝરણું બન્યું હોય એમ પાણી વહેતું થયું હતું. 

ભારે વરસાદથી ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થતા વંથલીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.