આવા યોગ નહીં જોયા હોય, દ્વારકા ગોમતીના ખોળામાં થયા યોગ

આજે 21મી જૂને ભારત સહિત વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.

ગુજરાતમાં સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસના કાર્યક્રમની ઉજવણી થઈ, જેમાં CM પણ હાજર રહ્યા હતા.

આ વચ્ચે દ્વારકામાં એક અલગ જ પ્રકારના યોગ કરવામાં આવ્યા હતા.

દ્વારકામાં આવેલી ગોમતી નદીના ખોળામાં યોગ પ્રેમીઓએ યોગ કર્યા હતા.

નદીના પાણીમાં યોગની વિવિધ મુદ્રાઓ દ્વારા જીવનમાં યોગના મહત્વ અને ફિટનેશ માટે લોકોને જાગૃત કરાયા હતા.