બાળકો કેમ અંગૂઠો ચૂસે છે? ડોક્ટરે જણાવ્યું તેનું કારણ

કેટલાક બાળકોને અંગૂઠો ચૂસવાની આદત પડી જાય છે. પરંતુ શું તમે જાણો છો બાળકો આવું શા માટે કરે છે?

આ વિશે ડોક્ટરનું કહેવું છે કે, ઘણીવાર બાળકોને ભૂખ્યું હોય અને સમય પર દૂધ કે ખાવાનું ન મળે ત્યારે તે અંગૂઠો ચૂસવાનું શરૂ કરી દે છે.

જ્યારે બાળક પરેશાન હોય અથવા તણાવમાં હોય, ત્યારે તે અંગૂઠો ચૂસવા લાગે છે.

કેટલીક દવાઓની અસરથી પણ બાળક અંગૂઠો ચૂસવા લાગે છે. 

ઘણીવાર અસુરક્ષાની ભાવના અને માતા-પિતાથી પ્રેમ ન મળવાના કારણે પણ બાળક અંગૂઠો ચૂસવાનું શરૂ કરી દે છે.

બાળક 3 વર્ષ સુધી અંગૂઠો ચૂસે તે સામાન્ય પ્રક્રિયા મનાય છે, પરંતુ 5 વર્ષ બાદ પણ અંગૂઠો ચૂસે તે નોર્મલ નથી.