વાળમાં લીંબુનો રસ લગાવવાથી શું થાય છે?
વાળની સંભાળ રાખવા માટે લોકો હેર પ્રોડક્ટ્સની સાથે ઘરેલું નુસ્ખા પણ અપનાવતા રહે છે. જેથી વાળ ચમકદાર અને મજબૂત બન્યા રહે.
લીંબુમાં વિટામિન સી, ફોલિક એસિડ જેવા ઘણા પોષક તત્ત્વો હોય છે, જે શરીરની સાથે વાળ માટે પણ સારા હોય છે.
ઘણા લોકો વાળમાં લીંબુનો રસ લગાવે છે અથવા શેમ્પૂ કર્યા બાદ લીંબુના રસથી વાળ ધોવે છે. ચાલો જાણીએ લીંબુનો રસ વાળમાં લગાવવાથી શું થાય છે.
લીંબુના રસથી વાળ ધોવાથી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે. જો તમારા વાળમાં ડેન્ડ્રફ છે તો શેમ્પૂ બાદ લીંબુના રસથી વાળ ધોવો.
લીંબુનો રસ વાળને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. તેનાથી વાળ લાંબા અને મજબૂત થાય છે.
લીંબુમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે, તેથી વાળમાં તે ચમક લાવે છે. તેનાથી હેર કંડીશનિંગ થાય છે.
વાળમાં કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થઈ ગયું છે, તો લીંબુનો રસ લગાવો. તેનાથી ઈન્ફેક્શન ખતમ થઈ જશે.
નાળિયેર તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે.
જો તમારા વાળ બે મોઢાવાળા થઈ ગયા છે, તો વાળમાં લીંબુનો રસ અને ઓલિવ ઓયલ મિક્સ કરીને લગાવો. તેનાથી રાહત મળશે.
નોંધઃ લીંબુ વાળમાં લગાવવાના ઘણા ફાયદા છે. પરંતુ તમારે એક્સપર્ટની સલાહ લીધા બાદ જ કોઈપણ ઘરેલું નુસ્ખા અજમાવવા જોઈએ.
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
Related Stories
સોનું અસલી કે નકલી? આ રીતે એક મિનિટમાં તપાસો
ટાલ પર ઉગશે નવા વાળ, લગાવો આ જાદુઈ રસ!
છોકરાઓની આ આદતો પર ફટાફટ ફિદા થઈ જાય છે છોકરીઓ
લગ્નજીવનને ખુશખુશાલ બનાવશે 4 ટિપ્સ