100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે
@Unsplash
દરેક વ્યક્તિ એક લાંબુ અને નિરોગી જીવન જીવવા માગે છે, સાથે જ ઘરડાપો પણ સુખેથી વિતે તેવી ઈચ્છા હોય છે.
છેલ્લા કેટલાક સમયથી લોકોની ઉંમર ઘટી રહી છે, જ્યાં પહેલા 90 વર્ષથી ઉપર જીવતા હતા ત્યાં હવે 60થી 75 વર્ષ સુધી પહોંચી ગયા છે. જેનું મુખ્ય કારણ ખાનપાન અને જીવન શૈલી.
વૈજ્ઞાનિકોનું કેહવું છે કે જો માણસ સમય રહેતા પોતાની લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીને સુધારી લે તો લાંબુ આયુષ્ય હાંસલ કરી શકે છે.
લાંબુ જીવવા શરીરને સ્વસ્થ રાખવું જરૂરી છે, સાથે જ પોતાનું હાર્ટ, લિવર, કિડની અને હાડકા મજબૂત રાખવા જોઈએ. અહીં આપણે કેટલાક ભોજન અંગે જાણીશું જે તેમાં મદદ કરશે.
લીલા શાકભાજી પોષક તત્વો અને ફાઈબરથી ભરપૂર હોય છે જે સ્વસ્થ જીવવા માટે જરૂરી છે. ડેલી ડાયેટમાં પાલક, કોબી, બ્રોકલી, મેથી વેગેરે જેવા લીલા શાકભાજી શામેલ કરો.
બ્લૂ બેરી એક સુપરફૂડ છે જે મગજથી લઈ શરીર સુધીની ઘણી સમસ્યાઓને દૂર રાખે છે. તેમાં એંટીઓક્સિડેંટ હોય છે જે ફ્રી રેડિકલ્સથી તમારી સુરક્ષા કરે છે અને લાંબુ જીવવા મદદ કરે છે.
રુપરુલિના એક પ્રકારની લીલી શેવાળ છે જે ખારા અને તાજા બંને પાણીમાં ઉગે છે. આ અત્યાધિક પૌષ્ટિક છે જે પ્રોટીન, કોપર અને વિટામીન બીનો મોટો સ્ત્રોત છે.
સાલ્મન ફિશમાં ઘણા પોષક તત્વો છે. આ ઓમેગા-3 ફૈટી એસિડ્સનો સારો સ્ત્રોત છે જે હૃદય અને મગજને ઘણી બીમારીઓથી રક્ષણ આપે છે.
હળદળમાં કર્ક્યૂમિન હોય છે જે શક્તિશાળી એંટી-ઈંફ્લેમેટરી અને એંટીઓક્સીડેંટ ગુણોથી ભરપૂર હોય છે અને ઘણી બીમારીઓથી બચાવે છે.
અહીં દર્શાવેલી સલાહો સામાન્ય જાણકારીઓ પર આધારિત છે તેથી કોઈપણ ઉપચાર-દવા-ડાયેટને અમલ કરતા પહેલા ડોક્ટર કે સંબંધિત એક્સપર્ટની સલાહ લેશો.
પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી