જન્માષ્ટમી પર કૃષ્ણ પાસેથી શીખો જીંદગી જીવવાના ગુણ, દરેક પગલે મળશે સફળતા
આજે દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. શ્રીકૃષ્ણ પ્રેમના પ્રતિક, ગુરુ અને પ્રબંધકના રૂપમાં જાણીતા છે.
શ્રીકૃષ્ણએ જિંદગી જીવવાના ઘણા ગુણ જણાવ્યા છે, જેનું અનુસરણ કરીને વ્યક્તિ જીવને સાર્થક અને સફળ બનાવી શકે છે.
કર્મ જ પૂજા છેયુદ્ધના મેદાનમાં અર્જુને જ્યારે પોતાની સામે સંબંધીઓ ઊભેલા જોઈને લડવાનો ઈનકાર કર્યો તો કૃષ્ણએ તેમને કર્મ કરવાનો ઉપદેશ આપ્યો.
બધું ભગવાન કરે છેકૃષ્ણએ અર્જુનને કહ્યું, કર્મ જ પૂજા છે. પોતાનું કર્મ પૂરા મનથી કરવું જોઈએ, અને એવું વિચારવું જોઈએ કે આ બધું પરમાત્માને સમર્પિત છે.
સમય બળવાન છે
જ્યારે કંઈ સમજાય નહીં ત્યારે બધું પરમાત્મા પર છોડી દો. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય એક દિવસ ખતમ થઈ જશે.
વર્તમાનમાં જીવવાનું શીખો
કૃષ્ણ આપણને વર્તમાનમાં જીવવાનું શીખવે છે, તેઓ ભવિષ્ય પ્રત્યે સચેત હતા, છતાં તેની ચિંતા કર્યા વિના વર્તમાનમાં જીવવાનું પસંદ કર્યું.
ક્રોધ સૌથી મોટો શત્રૂભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ક્રોધ તમામ મુશ્કેલીનું મૂળ કારણ છે. આ બુદ્ધિ અને વિવેકનો નાશ કરે છે અને આ સંસારિક બંધનનું કારણ છે.
કોઈ કામ નાનું નથી
કૃષ્ણ એકલા કુરુક્ષેત્રનું યુદ્ધ જીતી શકતા હતા, પરંતુ તેઓ અર્જુનના સારથી બન્યા. તેમણે કહ્યું-કોઈ કામ નાનું કે મોટું નથી હોતું.
KBC 15: દાદા છોલે-ભટૂરે વેચે છે, પૌત્ર બન્યો કરોડપતિ, સંઘર્ષ સાંભળી અમિતાભ પણ દંગ