Madhuri Dixit ના સિલ્કી અને શાઈની વાળનું જાણો સિક્રેટ
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બ્યુટી ક્વિન માધુરી દીક્ષિત 50 પાર કરી ચૂક્યા છે, પરંતુ તેમની સુંદરતા આજે પણ અકબંધ છે. તેમના ચહેરા પર આજે પણ 35 વર્ષ જેવો ગ્લો છે અને તેમનો ચહેરો હંમેશા ખિલેલો જોવા મળે છે.
હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન સાથે માધુરી દીક્ષિતના શિલ્કી અને શાઈની વાળ પણ તેમની સુંદરતા વધારવાનું કામ કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે તેમના બિઝી શેડ્યુલ વચ્ચે બ્યુટી ક્વિન માધુરી દીક્ષિત તેમના વાળની કેર કેવી રીતે કરે છે?
માધુરી દીક્ષિતના હેલ્ધી અને ભરાવદાર વાળનું રહસ્ય તેમનું એક હર્બલ હેર ઓઈલ છે, જેને તેઓ જાતે જ ઘરે બનાવે છે.
માધુરી દીક્ષિતે આ સિક્રેટ પોતાના ફેન્સ સાથે શેર કરતા સોશિયલ મીડિયામાં જણાવ્યું કે તેઓ પોતાના વાળના ગ્રોથ માટે નેચરલ ઈન્ગ્રીડિયન્ડ્સથી તૈયાર કરેલું હર્બલ હેર ઓઈલ ઉપયોગમાં લે છે.
માધુરી દીક્ષિતે જણાવ્યું કે તેઓ વાળમાં નારિયેળનું તેલ (કોપરેલ) લગાવે છે. જોકે, આ નેચરલ ઓઈલમાં તેઓ બીજા પણ કેટલાક તત્વો મિક્સ કરે છે.
એક તપેલીમાં નારિયેળનું તેલ નાખો, તેમાં મીઠા લીમડાના પાન અને થોડા મેથી દાણા નાખો. આ મિશ્રણમાં ડુંગળીનો રસ ભેળવો અને બધી વસ્તુઓને સારી રીતે ઉકાળી લો.
ત્યારબાદ ગેસ પરથી ઉતારીને તેને ઠંડુ થવા માટે મૂકો. ઠંડુ થયા બાદ હેર ઓઈલને ગાળી લો અને કોઈ બોટલમાં ભરીને મૂકી દો. શેમ્પુ કરતા પહેલા આ હેર ઓઈલથી વાળ અને સ્કલ્પની માલિશ કરો.